80 DIVASMAN PRUTHVI-PRADKSHINA (Gujarati Edition)


Worth: ₹ 99.00
(as of May 13,2021 13:26:01 UTC – Particulars)


જુલે-વર્નના ‘All over the world in Eighty days’ નામના પ્રખ્યાત પુસ્તકનું આ સંક્ષેપ ગુજરાતી ભાષાંતર છે.

આ સંક્ષેપમાં જે થોડીઘણી છૂટ મેં લીધી છે, તે સંબંધે ખુલાસો કરવો મને યોગ્ય લાગે છે.

મૂળ પુસ્તકમાંથી મેં આખો એક પ્રસંગ, અને એક પાત્ર કાઢી નાખ્યાં છે. મૂળમાં આ વાર્તાનો નાયક હિન્દના પ્રવાસ દરમિયાન હાથી ઉપરની જંગલની મુસાફરીમાં એક પરાક્રમ કરે છે. એક રાજાની રાણીને રાજાના મૃત્યુની પાછળ સતી કરવા માટે એક મોટું ટોળું આ મુસાફરોની નજરે પડે છે. નાયક અને નોકર આ રાણીને ચિતામાંથી ચમત્કારિક રીતે ઉઠાવીને નાસી જાય છે. નવાઈની વાત એ છે કે રાણી એક પારસી કોમની સ્ત્રી છે. તે અંગ્રેજી જાણે છે. વાર્તાનો નાયક આખા પ્રવાસમાં તેને પોતાની સાથે જ રાખે છે. અને આપણે કલ્પી શકીએ કે આખરે એ બન્ને જણ લંડનમાં પરણે છે.

આ પ્રસંગ એક તો મને ઘણે અંશે હિન્દુસ્તાનની અજાણતાં પણ બદનામી બતાવતો લાગ્યો, અને તેવી રીતે પારસી સ્ત્રી કોઈ હિંદુ રાજાની રાણી થાય, અને તેને પરાણે સતી થવું પડે, એ વાતમાં સતીના રિવાજનું, હિન્દની જ્ઞાતિસંસ્થાનું, અને ટૂંકામાં હિન્દુસ્તાન વિશેનું જુલે-વર્નનું અજ્ઞાન જ દેખાય છે.

વળી આ પાત્ર વાર્તાના પ્રવાહમાં સીધી રીતે ઉપયોગી પણ નહોતું, એમ મને લાગ્યું.

એટલે આટલી છૂટ સંકોચપૂર્વક પણ મેં લીધી છે ઃ વાર્તાનો પ્રવાહ તેનાથી ખંડિત થાય છે, એમ મને નથી લાગ્યું. વાચકોને લાગશે કે કેમ તે અત્યારે કેમ કહી શક઼ું?

મૂળશંકર મો. ભટ્ટ

READ  PAASBAAN Men's Cotton Regular Kurta
iamin.in participates in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to Amazon.in. Amazon and the Amazon logo are trademarks of Amazon.in, Inc. or its affiliates.iamin.in is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn fees by advertising and linking to Amazon.in. Some links on this site will lead to a commission or payment for the site owner.