GANGTOKMA GARBAD (Gujarati Edition)


Worth: ₹ 99.00
(as of May 08,2021 19:21:58 UTC – Particulars)


કોયલનો ટહુકો સંગીતની વ્યાખ્યાનો ઓશિયળો નથી હોતો. એનો તો ટહુકો એ જ સાક્ષાત્ સંગીત!
મોરનો થનગનાટ નૃત્યના નિયમોને અનુસરનારો નથી હોતો. એનો તો થનગનાટ એ જ સાક્ષાત્ નૃત્ય!
સત્યજિત રાયની રહસ્યકથાઓ વિશે પણ આવું કહી શકાય, કોઈ બીબાંઢાળ બંધનમાં રહીને આલેખન કરવાને બદલે, એમણે કથાને મુક્તપણે વહેવા દીધી. કથાને જ્યાં જવું હોય ત્યાં જાય. જ્યાં ફંટાવું હોય ત્યાં ફંટાય! લેખક અેને ક્યાંય રોકે નહિ, રોકી શકે પણ નહિ… એ રીતે રહસ્યકથા રસના હિલોળે ચઢે!
ભારતરત્ન સત્યજિત રાય બંગાળી ફિલ્મનિર્માતા, સંગીતકાર, સર્જક અને ચિત્રકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. દરેક ક્ષેત્રે શ્રેષ્ઠતાના પુરસ્કારો એમણે પ્રાપ્ત કર્યા હતા. એમણે લખેલી રહસ્યકથાઓની વિશાળ શ્રેણી છે. દરેક કથા આગવી સુગંધ ધરાવે છે. સુકન્યા ઝવેરીએ અનુવાદક તરીકે પણ એ કથાઓને ગુજરાતીમાં કલાત્મક ઘાટ આપ્યો છે. આ કથાઓ આપણને ન મળી હોત, તો ગુજરાતી સાહિત્ય રહસ્યકથાઓ બાબતે કેવું ગરીબડું રહી જાત! આ લેખકે કેટલીક વિશિષ્ટ વિજ્ઞાનકથાઓ પણ લખી છે, તે પણ ગુણવત્તાસભર છે.
ઘણા સમયથી સત્યજિત રાયની રહસ્યકથાઓની માંગ હતી, પણ એની નકલો અપ્રાપ્ય હતી. ગૂર્જર દ્વારા એ કથાશ્રેણીને નવી ગોઠવણી અને નવી સજાવટ સાથે પ્રસ્તુત કરતાં પ્રસન્નતા અનુભવીએ છીએ.

READ  Krsna - The Supreme Personality of Godhead in New Edition Gujarati (Indian Language)
iamin.in participates in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to Amazon.in. Amazon and the Amazon logo are trademarks of Amazon.in, Inc. or its affiliates.iamin.in is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn fees by advertising and linking to Amazon.in. Some links on this site will lead to a commission or payment for the site owner.