SIKANDAR ANE NEPOLIAN (Gujarati Edition)


Worth: ₹ 99.00
(as of Oct 23,2021 08:17:03 UTC – Particulars)


આ પહેલાં મેં કોલંબસ અને વાસ્કો-દ-ગામા ઉપર એક પુસ્તક લખ્યું છે જે પ્રગટ થઈ ચૂક્યું છે. આ બીજું પુસ્તક તેનું પૂરક છે. બંને પુસ્તકો દ્વારા હું મારા દેશવાસીઓને બતાવવા માગું છું કે ભારતની લાંબી ગુલામીનું મૂળ ક્યાં છે. પહેલાં ઉત્તર-પશ્ચિમ પર્વતમાળા ઓળંગીને શત્રુઓનાં ધાડાં આવતાં અને ભારતને લૂંટતાં. તેમનાં બે આકર્ષણો હતાં : એક તો ઇસ્લામ ધર્મનો ફેલાવો અને બીજું મંદિરોની અખૂટ સંપત્તિ. આ ધાડાં ૧૧મી શતાબ્દી આવતાં-આવતાં સ્થાયી રાજકર્તા થઈ ગયાં.
અહીં પ્રશ્ન એ છે કે આપણે આપણા ધર્મનું તથા મંદિરોનું રક્ષણ કેમ કરી શક્યા નહિ? આક્રમણથી સ્વરક્ષણ કરવાનો સાચો ઉપાય આક્રમણકારી ઉપર પહેલું આક્રમણ કરી દેવું તે છે. આપણે એ જ પર્વતમાળાઓને પાર કરીને પેલી તરફ દુશ્મનોના ઘર સુધી કેમ જઈ શક્યા નહિ? મારી દૃષ્ટિએ આપણી પાસે આક્રમણનાં આકર્ષક કારણો ન હતાં અને પૂરતી શક્તિ પણ ન હતી. આપણી પાસે હિંદુ ધર્મને વિશ્વવ્યાપી કરી દેવાનું ઝનૂન ન હતું, ન આજે છે, ન તો તેવી ક્ષમતા પણ છે. બીજું, પર્વતોની પેલે પાર લૂંટવા જેવું કશું હતું નહિ. ત્યાં ધર્મસ્થાનો હતાં, પણ ધર્મસ્થાનોમાં સોનું ઊભરાતું ન હતું, તેથી સોનાનું આકર્ષણ પણ ન હતું. આ બે આકર્ષણો ન હોવા છતાં પણ શત્રુઓના વારંવારના હુમલાઓથી બચવા માટે તો આક્રમણ કરવું જોઈએ, પણ તે માટે પૂરતી શક્તિ અને સાહસ પણ ન હતાં. શક્તિ ન હોય એટલે સાહસને પ્રોત્સાહન ન મળે. દુર્બળો સાહસ કરે નહિ અને કદાચ કરે તો ખત્તા ખાઈ જાય. શક્તિ ન હોવાનું મુખ્ય કારણ ભારત સેંકડો ટુકડામાં વિભાજિત નાનાં-નાનાં રજવાડાંઓમાં વહેંચાયેલું રાષ્ટ્ર હતું. તેની સાર્વભૌમ એક મહાસત્તા રહી ન હતી. એટલે આવનારા પ્રત્યેક આક્રાંતાને કોઈ એક નાના રજવાડા સાથે યુદ્ધ કરવું પડતું, જેને તે સહેલાઈથી જીતી જતો અને મંદિરોનું અઢળક સોનું, રાજ્યની સ્ત્રીઓ, જુવાનો તથા બીજી બધી મિલકતોને લૂંટીને હસતાં-હસતાં પોતાને દેશ પાછા ફરી જતો અને જ્યારે ખાવાનું ખૂટતું ત્યારે ફરી પાછા ચઢી આવતો. આ રીતે એકલો મહંમદ ગઝની સત્તર વખત ચઢી આવ્યો અને સત્તરે વખત વિજયી રહ્યો. તેણે ઉત્તર ભારતને ધમરોળી નાંખ્યું. પણ આપણે અહીંથી એક પણ રાજાએ અથવા સંગઠિત થઈને રાજસમૂહોએ ખૈબરબોલન પાર કરીને ગઝની ઉપર આક્રમણ ન કર્યું. આ દીવા જેવી ચોખ્ખી વાત આપણને હવે તો સમજાવી જોઈએ.
ભૂમિરસ્તે સિકંદરથી પણ પહેલાં આ દેશ ઉપર આક્રમણો થવા લાગ્યાં હતાં. ઈરાનનો બાદશાહ પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશો ઉપર શાસન કરતો થયો હતો. તેના પછી ગ્રીકો આવ્યા, સિકંદર આવ્યો અને પરાજિત પોરસ રાજાને પોતાનો પ્રતિનિધિ બનાવીને રાજ્ય સોંપીને પાછો ચાલ્યો ગયો. જોકે તે પોતાના વતન સુધી પહોંચી ન શક્યો, તોપણ તેણે તે સમયમાં ઘણા દેશો જીત્યા અને વિશ્વવિજયી સિકંદર તરીકે નામ કર્યું. આપણે આવો કોઈ સિકંદર પેદા ન કરી શક્યા, જે છેક યુરોપ સુધી ભારતનો વાવટો ફરકાવે.
૧૫મી શતાબ્દીથી આક્રાંતાઓનો માર્ગ બદલાયો. હવે પર્વતમાળા પાર કરવાની ન રહી પણ સમુદ્રો પાર કરીને આવવાનું થયું. કોલંબસ ભારતનું સોનું શોધવા અને મસાલાને હસ્તગત કરવા નીકળ્યો, પણ તે ભૂલો પડ્યો અને પશ્ચિમમાં છેક અમેરિકા પહોંચી ગયો. તે પછી સ્પૅનિશ આક્રાંતાઓની વણજાર લાગી ગઈ અને પૂરો દક્ષિણ અમેરિકા ખંડ તેમણે હસ્તગત કરી લીધો. બીજી તરફ પૉર્ટુગીઝનો વાસ્કો-દ-ગામા આંગળીના વેઢે ગણાય તેટલાં જહાજો લઈને નીકળ્યો અને લગભગ નવ મહિનાની ભયંકર સમુદ્રયાત્રા પછી કેરળના કિનારે પહોંચ્યો. તેણે કેરળના રાજા ઝામોરિન સાથે પહેલાં મૈત્રી અને પછી દાદાગીરી કરી, રાજાનો મહેલ બાળી નાંખ્યો, આરબ વેપારીઓને ખદેડી દીધા અને લૂંટાય તેટલું લૂંટીને પોતાને દેશ પાછો ફર્યો. પછી તો પૉર્ટુગીઝોની વણજાર લાગી અને ભારતનાં કેટલાંય બંદરો જીતીને પોતાનાં કાયમી થાણાં નાખી દીધાં. પ્રશ્ન એ છે કે સાત સમુદ્ર પાર કરીને કોલંબસ અમેરિકા જાય અને વાસ્કો-દ-ગામા ભારત આવે તો આપણે આપણા નાવિકો દ્વારા યુરોપ-અમેરિકા સુધી કેમ ન પહોંચી શક્યા?

See also  Larwa Men's Ceremony Loop Kurta Pyjama Set
iamin.in participates in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to Amazon.in. Amazon and the Amazon logo are trademarks of Amazon.in, Inc. or its affiliates.iamin.in is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn fees by advertising and linking to Amazon.in. Some links on this site will lead to a commission or payment for the site owner.