Sukh ni Chavi Book set: The complete collection (12 Gujarati Books Set)


Value: ₹ 150.00
(as of Oct 23,2021 07:11:49 UTC – Particulars)


જીવનમાં સુખી થવા માટે સેલ્ફ-હેલ્પ પુસ્તકો તો ઘણા છે, પણ કોઈ એવું પુસ્તક ખરું કે જેનાથી સુખ એક વાર આવ્યા પછી પાછું જતું ના રહે? ચિંતા, સ્ટ્રેસ, કલેશ, ભય, અસલામતી અને દુઃખભર્યા જીવનમાં કોઈ એક વિસામો ખરો કે જ્યાં અંતરને ઠંડક વળે? આજે દોડધામ ભર્યા જીવનમાં મનુષ્યની એક-એક મિનિટ એટલી કિમતી થઈ ગઈ છે કે પોતાને માટે પણ ફુરસદ નથી. ઈન્સ્ટન્ટ ફૂડ, ઈન્સ્ટન્ટ મેસેજ, રેપિડ યોગા અને સ્પીડ ડાયલના ઝડપી જમાનામાં ઈન્સ્ટન્ટ સુખ-શાંતિ મેળવવાની કોઈ રીત ખરી? આ સર્વે પ્રશ્નોનો જવાબ છે, “હા”.

અહીં ગણ્યા ગાંઠ્યા પાનાઓમાં એવી સાચી સમજણ મળશે કે તે આત્મસાત થતા, બાહ્ય પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કર્યા વિના અંદરના સુખ અને શાંતિ અકબંધ રહેશે અને વધશે. અહીં પ્રસ્તુત નાની નાની પુસ્તિકાઓ વાચકને આંતરિક અને બાહ્ય સંસારિક જીવનની બેઠા બેઠા સફર કરાવશે, જાણે પોતાના જીવનની ફિલ્મ ના હોતા હોઈએ.

ચિંતા અને ક્રોધ કરવા કોને ગમે? જેમાં પોતે પણ બળવાનું અને સામાને પણ દાઝાડવાનું. પણ તેનું સ્વરૂપ શું અને તેમાંથી છૂટવાની ચાવી શું? ઘરમાં, ભણતરમાં, નોકરી-ધંધામાં, સમાજમાં જ્યાં ડગલે ને પગલે અન્યાય થતો દેખાય છે, સારા અને સાચા મનુષ્યોને મુશ્કેલીઓ વેઠવી પડે છે, કુદરતી આફતોમાં લાખો નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. તો આ બધું કેમ થાય છે? જીવનમાં ભાતભાતની વ્યક્તિઓ ભેગી થાય તેમાં વ્યવહાર કેવો હોવો જોઈએ જેથી સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે?

દુનિયાને સુધારવાના તમામ પ્રયત્નો જયારે નિરર્થક નીવડે, વ્યર્થ લાગે ત્યારે કઈ સમજણ ઝાલીને સ્થિરતા પકડી શકાય? આ સર્વે મૂંઝવણો તેમજ જગતના સૌથી ગહન પ્રશ્ન, “હું કોણ છું?” નો જવાબ મેળળવા આજે જ વાંચવાનું શરુ કરો, આ પુસ્તિકાઓ. જે માત્ર શબ્દો નથી પણ આત્માને સ્પર્શતી સમજણરૂપી રત્નો છે.

See also  Sanjvat

iamin.in participates in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn advertising fees by advertising and linking to Amazon.in. Amazon and the Amazon logo are trademarks of Amazon.in, Inc. or its affiliates.iamin.in is a participant in the Amazon Services LLC Associates Program, an affiliate advertising program designed to provide a means for sites to earn fees by advertising and linking to Amazon.in. Some links on this site will lead to a commission or payment for the site owner.